શુભારંભ:

સને ૨૦૦૨ માં “સરદાર પટેલ વિદ્યા ભવન” સુસંચાલિત મહિલા વાણીજય મહાવિધાલય (Mahila Commerce College)કે જે ગુજરાત યુનિવર્સીટી સાથે સ:લગન છે તે દ્વારા સનાતક સુધીના અભ્યાસક્રમ માં પ્રથમ વર્ષ વાણીજ્ય માં ૮૪ બેહનોને પ્રવેશ આપી ને પ્રારભ કરેલ અમારું પ્રાથમિક ધ્યેય લાભથી વંચિત દીકરીઓ ને પોસાય તેવા આથિક દરે ઉચ્ચ(કોલેજ) શિક્ષણ પુરું પડવાનું છે.આ ધ્યેય થી હાલ માં ૭૧૫ બેહનો બી.કોમ અને એમ.કોમ માં સ્કોપ , જીકેએસ, સી.એ, અને સી.એસ જેવા અન્ય વિવિધવ્યવસાયિક અભ્યાસકર્મો સાથે અભ્યાસ કરી રહી છે. આ કાર્ય માં ફંડ ની જરૂરિયાત અનિવાર્ય છે.જે વ્યક્તિગત દાતાઓ અને સંસ્થા ઓ તરફ થી મળે છે. અમને જણાવતા આંનદ થાય છે કે “ શેર એન્ડ કેર ફાઉન્ડેશન” (અમેરિકા) કે જે ગ્રામિણ મહિલા ઉત્કર્ષ માટે કાર્યરત છે.તેમણે પણ અમારા ધ્યેય ને સમજી ને માતબર રકમ ને દાન આપેલ છે.


આ કોલેજ કલાસરૂમો, પુસ્તકાલય , કમ્પ્યુટર લેબ (ઇન્ટરનેટ જોડાણ સાથે), LCD પ્રોજેક્ટર , LCD ટીવી , CCTV કેમેરા, બહુમાધ્યમી જોઈ-સાંભળી શકાય તેવી સિસ્ટમ અને બીજી તમામ જરૂરી સાધનોથી સુસજ્જ છે. અમારી સાથે સમર્પિત , ઉત્સાહી ,કર્મનિષ્ઠ અને ઉચ્ચ શેક્ષણિક લાયકાત ધરાવતો અધ્યાપકગણ છે. જેવો સારી ગુણવતાનું શિક્ષણ પુરૂ પાડે છે.


અહીં શિક્ષણનો માપદંડ ફક્ત પ્રમાણપત્ર માટે નહીં પરંતુ દીકરીઓના જીવન ને બોધ્ધિક અને અધ્યાત્મિક રીતે ઉચ્ચ કક્ષા સુધી લઇ જવાની પ્રેરણા/હિંમત આપવાનો છે.

આ કોલેજ અમદાવાદ શેહરના પૂર્વ વિસ્તારમાં વિવિધ ઓદ્યોગિક ઝૂમખાંઓની સાનિધ્યમાં કાર્યરત છે. આ હકીકત ના કારણે અહી અભ્યાસ કરતી મોટાભાગની બેહનો સામાજિક અને આર્થિક મધ્યમવર્ગ તેમજ શ્રમજીવી કુંટુંબમાંથી આવે છે. અહીં અભ્યાસ કરતી બેહનો ભારતના વિવિધ રાજયોના ગ્રામિણ વિસ્તારો અને સમાજની અલગ-અલગ ૨૮ જ્ઞાતિઓમાંથી આવે છે. હકીકત તો એ છે કે મોટા ભાગ ની બેહનોના વાલીઓ આર્થિક રીતે સામાન્ય સિથ્તિના છે, આથી તેમના માટે તેમના બાળકો ખાસ કરીને દીકરીઓને શિક્ષણ આપવું ખુબ જ અઘરું બને છે. આના પરિણામે તેઓ જે સફળતાને ઝંખે છે ત્યાં સુધી ભાગ્યે જ પહોંચી શકે છે.